Monday, June 22, 2026

જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા “ધ ઓખામંડળ ન્યુઝ” તથા “ગુજરાત ક્રાઇમ ન્યુઝ” ના તંત્રી હિરેનભાઈ રાઠોડ..

Advertisement
Advertisement
Advertisement

ગઈકાલે ભીમરાણા પ્રેરણા નવજીવન ટ્રસ્ટ – ભીમરાણા મા મનો દિવ્યાંગ બાળકો ના વિકાસ હેતુ ચાલતા બેક ટુ સેફ એન્ડ નોર્મલ લાઇફ(BSNL) સેન્ટર મા દ્વારકા તાલુકાના આરંભડા ગામના વતની અને ” ધ ઓખામંડળ ન્યુઝ” તથા ” ગુજરાત ક્રાઇમ ન્યુઝ ” ના તંત્રી અને મા નાગણેચી મા ના ભુવા શ્રી ની પદવી શોભાવતા શ્રી હિરેનભાઇ રાઠોડ દ્વારા તેમનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. જન્મ દિવસની ઉજવણી મા આપણે હજારો રુપિયા શોખથી ખર્ચી નાખતા હોઇએ છીએ પણ શ્રીમાન હિરેનભાઇ રાઠોડને આ સુંદર વિચાર આવ્યો કે પ્રેરણા ભવન – ભીમરાણા સ્થિત મનો દિવ્યાંગ બાળકો સાથે જન્મ દિવસ ઉજવણી અને આ ક્ષણો યાદગાર બનાવીએ. તેઓ એ સહ પરિવાર આ બાળકો સાથે કેક 🎂 કાપી અને બાળકો ને સરસ નાસ્તો આપવામાં આવ્યો હતો. તથા તેઓની સાથે મનોરંજન કાર્યક્રમ પણ કર્યો હતો. શ્રી હિરેન ભાઇએ સમાજ માં નવો રાહ ચિંધતા અને ખુબ પ્રેરણા દાયક કાર્ય કર્યું તેમજ મિત્ર વર્તુળને પણ આવા સરાહનીય કાર્ય કરવા અંગે અપીલ કરી. પ્રેરણા ભવન ના મનો દિવ્યાંગ બાળકો તથા તેમના સ્ટાફ દ્વારા શ્રી હિરેનભાઇ રાઠોડ ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,609,041

TRENDING NOW