માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ.
માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને એક શખ્સ લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે આરોપી મહેશ મોહન ભંખોડીયા રહે.ચાચાવદરડા તા.માળીયા(મી) જી.મોરબી વાળો અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.





