Thursday, August 13, 2026

માનસિક અને શારીરિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી પરિણીતા.

Advertisement
Advertisement
Advertisement

માનસિક અને શારીરિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી પરિણીતા.

મોરબીમાં મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા પરિણીતા ને તેના સાસરીયા પક્ષનાઓ ઘર કામ બાબતે ટોક ટોક કરી મેણા ટોણા મારતા હોઈ અને ચરિત્ર પર સંકા કરી તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોઈ ત્યારે પરિણીતા એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા રહેતા રેશ્માબેન ઈમરાનભાઈ ગાલાબએ આરોપી ઈમરાનભાઈ આમદભાઈ (પતિ), ગુલામભાઈ આમદભાઈ (જેઠ), ફરીદાબેન ગુલામભાઈ (જેઠાણી) , સલીમભાઈ આમદભાઈ (જેઠ), સાયમાબેન સલીમભાઈ (જેઠાણી), મુસાભાઈ આમદભાઈ (જેઠ), સાહીનબેન મુસાભાઈ (જેઠાણી), આદમભાઈ આમદભાઈ (જેઠ), હલીમબેન આમદભાઈ (સાસુ), આમદભાઈ જુમાભાઈ (સસરા) બધા રહે-મહેન્દ્રપરા મોરબી વાળ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૭-૨૦૨૧ થી ૧૩-૦૩-૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને સાસરીયાપક્ષના આરોપીઓએ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા મેણાટોણા મારી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી મને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપી તેમજ ફરીયાદીને આરોપી જેઠ આદમભાઈ એ લાકડી વડે વસાના ભાગે તથા ખંભાના ભાગે માર મારી તથા જેઠ મુસાભાઇ તથા જેઠણી સાહિનબેન ઢીકા પાટુનો માર મારી આરોપી પતિ ઈમરાને લાકડી વડે માથના ભાગે તથા શરીરે તથા પગે માર મારી ઈજાઓ પહોચાડી તેમજ સાસુ હલીમાબેન સસરા આમદભાઈ જેઠ સલીમભાઈ તથા સાયનાબેન તથા જેઠ ગુલામભાઇ તથા ફરીદાબેન ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રેશ્માબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,625,060

TRENDING NOW