માંડવીમાં નગર સેવાસદનની સામે પડેલો ખાડો બન્યો જોખમી.
માંડવીના મુખ્ય એક ટોપણસર તળાવનાં પાણી નિકાલનું વહેણ જે મુખ્ય માર્ગથી દરિયાને જોડે છે. પાણીના આ વહેણની ઉપર આર.સી.સી.ની છત તૂટી જતાં આ દુકાનો સામે જ મોટો ખાડો પડયો છે, જે અત્યંત જોખમી બન્યો છે. આ ખાડો એકાદ મહિનાથી ખુલ્લો પડયો છે, જે અંગે દુકાનધારકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પણ તંત્ર કોઇ જ પગલાં ભરતું નથી. નગરસેવા સદનની નજર સામે જ આ ખાડો દેખાઇ રહ્યો છે, છતાંય કેમ પૂરાતો નથી તેવા પણ સવાલ ઊઠયા છે. બીજી તરફ આ ખાડામાં સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી કીચડ અને દુર્ગંધ ફેલાય છે, જેથી રોગચાળો થવાની પણ ભીતિ વ્યકત કરાઇ છે.





