શાળાએથી છૂટી ઘેર પરત નહીં પહોંચેલા તરૃણને શોધી કાઢતી જામનગર સિટી-સી ડિવિઝન પોલીસ
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં વસતા એક પરિવારનો તેર વર્ષનો પુત્ર શાળા છૂટ્યા પછી ઘેર જવાના બદલે અન્યત્ર જતો રહ્યો હતો. તેને શોધી આપવા માતા-પિતાએ અરજ કરતા પોલીસે તે બાળકને શોધી તેનો કબજો માતા-પિતાને સોંપ્યો છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં દલિતનગરમાં રહેતા એક પ્રૌઢે શનિવારની રાત્રે સિટી-સી ડિવિઝન પોલીસ મથકે ધસી આવી રજૂઆત કરી હતી કે, આજે સવારે તેઓ પોતાના તેર વર્ષના પુત્રને શાળાએ મૂકવા ગયા હતા. તે પછી સાડા અગિયારે શાળા છૂટી ગઈ હોવા છતાં તેમનો પુત્ર ઘેર આવ્યો નથી.
આ બાબતે તપાસ કરવા પીઆઈ જે.વી. ચૌધરીએ સૂચના આપતા પીએસઆઈ કે.એસ. માણીયા, ડી.પી. ચુડાસમા, એમ.જે. રાવલે સ્ટાફને સાથે રાખી શોધખોળ કરતા બેડી બંદર સાથે જોડાયેલા રીંગરોડ પર નિલકંઠ પાર્ક નજીકથી આ તરૃણ મળી આવ્યો હતો. તેનો કબજો માતા-પિતાને સોંપાયો હતો.





