મહેન્દ્રનગર ગામેથી 33 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામે હરિઓમ પાર્ક સોસાયટીમાં આ કામના આરોપીના રહેણાય મકાનમાંથી 33 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામે હરિઓમ પાર્ક સોસાયટીમાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આરોપી રાજેશભાઇ દલસુખભાઈ અઘારાના મકાનમાં દરોડો પાડી ઇમપિરિયલ બ્લ્યુ બ્રાન્ડની 24 બોટલ અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 9 બોટલ મળી કુલ 33 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 12,015ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશભાઇ દલસુખભાઈ અઘારાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.





