મહીકા ગામે ચેક રિટર્ન ના કેસનો ખાર રાખી યુવાનને માર માર્યો.
વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતા યુવાનએ ચેક રિટર્ન થયા હોવાનો કેસ કર્યો હોઈ ત્યારે બે શખ્સોએ તેમના પર ખાર રાખી હુમલો કર્યો હોઈ ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં મહિકા ગામે રહેતા બાંધકામ કોન્ટ્રાકટર વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ ચેક રિટર્ન થવા અંગે કેસ કર્યો હોય આરોપી યાકુબભાઈ મહમદભાઈ બાદી અને ઉસ્માન મહમદભાઈ બાદી નામના શખ્સોએ આ બાબતનો ખાર રાખી વિજયભાઈ ઉપર હાથમાં પંચ પહેરી હુમલો કરી, જાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





