Tuesday, August 4, 2026

મકરસંક્રાંતિના પર્વે અધિકારીઓ તિરંગાનું સન્માન જાળવવાનું ચુક્યું, ક્રાંતિકારી સેના આવી મેદાને…

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મંકરસંક્રાતીના તહેવાર પર તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માટે વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ તંત્રના વહીવટી અધિકારીઓને જાણે રાષ્ટ્રભક્તિ અને દેશ ભક્તિમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ રસ હોય તેવું મકરસંક્રાંતિના તહેવારમાં જોવા મળ્યું હતું.

મોરબી ક્રાંતિકારી સેનાની તિરંગા પતંગના સન્માન જળવાઈ રહે તે હેતુંથી કલેકટર સહીતના ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત રજુઆત કરવામાં આવી હતી. છતાં પણ મકરસંક્રાંતિના દિવસે માર્કેટમાં ત્રિરંગા પતંગ જોવા મળી હતી. ત્યારે ક્રાંતિકારી સેનાએ ત્રિરંગાના સન્માન માટે મેદાને આવી મોરબી ના તમામ સ્ટોલ અને હોલસેલના વેપારીને મળીને તિરંગોનું ગૌરવ સમજવી ને જ્યાં જ્યાં પતંગ મળી ત્યાંથી લઈ યોગ્ય રીતે સન્માન સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો…

ત્યારે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, તિરંગા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું છે અને આજે પણ લાખો લોકો બલિદાન આપે છે તો અધિકારી અને પ્રજા કેમ તિરંગાને ભૂલી જાય છે..? કેમ કે આજ ના યુગ માં ધર્મ અને જાતિ ના અને રાજકારણી ના ઝંડા વધી ગયા છે જેથી લોકો ને તિરંગો ભુલાઈ ગયો છે.

Related Articles

Total Website visit

1,624,426

TRENDING NOW