Wednesday, June 24, 2026

ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત ડૉ ગુલાબ ચંદ પટેલ

Advertisement
Advertisement
Advertisement

ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત ડૉ ગુલાબ ચંદ પટેલ

અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ દ્વારા
માલવીય સ્મૃતિ હોલ નવી દિલ્હી ખાતે આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાત ગાંધી નગર પાટનગર ના સામાજિક કાર્યકર, હિન્દી ગુજરાતી સાહિત્યકાર, ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી, થિયોસોફિકલ સોસાયટી ગાંધી નગર ના પ્રમુખ, ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધી નગર ના ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય ગૌ શાળા અને ગુરુકુળ દિલ્લી ના ગુજરાત ના પ્રમુખ, ઉમિયા ગૌ શાળા ગાંધી નગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ ને સંતો મહંતો ની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે “ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ માં વેળાવદર ભાવનગર ના પૂર્વ પ્રિન્સિપાલ, શિક્ષણ વિદ સંયોજક શ્રી શૈક્ષણિક અને સાહિત્યિક મંચ દ્વારા ડૉ ગુલાબ ચંદ પટેલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓને પણ આ એવોર્ડ થી દિલ્લી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણ સિંહ સિંધા અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા ના ચેરમેન દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ સભ્યો ને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા ડૉ પટેલ નું અભીવાદન કરવા માં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ભારત ભૂષણ સદ્ ગુરુ કબીર આશ્રમ નાગૌર રાજસ્થાન ના મહંત શ્રી ડૉ નાનકદાસ જી, 1008 મહા મંડલેશ્વર રીતું માં જયપુર પણ ઉપસ્થિત રહ્યા હતા જયારે ક્રાંતિકારી મહંત શ્રી શિવ રામ દાસ મહા રાજ આશીર્વાદ આપ્યા હતા તે સમયે તેઓ ખૂબ ભાવુક બની ગયા હતા.
આ કાર્યક્રમ નું સુંદર સંચાલન પ્રોફેસર ડૉ મનીષા ગીરી દિલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા અતિથિ ઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુક્તક પ્રસ્તુત કરી સૌ ને મંત્ર મુગ્ધ કરી દેવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું..

ડૉ ગુલાબ ચંદ પટેલ
પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377

Related Articles

Total Website visit

1,609,205

TRENDING NOW