Sunday, August 23, 2026

બેલા ગામની સીમમાં કારખાનામાં રિવર્સ લેતી વેળાએ ગાડીના હડફેટે બાળકીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામની સીમમાં કારખાનામાં રિવર્સ લેતી વેળાએ ગાડીના હડફેટે બાળકીનું મોત.

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં કાર રિવર્સ લેતી વેળાએ હડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કર્મ મિનરલ કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પ્રકાશભાઈ રખડુભાઈ ચૌહાણની દોઢ વર્ષની પુત્રી જ્યોતિને જીજે – 36 – F – 3310 નંબરની કારના ચાલક યતીન કાંતિલાલ ઉઘરેજા નામના યુવાને કાર રિવર્સમાં લેતી વખતે હડફેટે લેતા માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે બાળકીના પિતાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,626,529

TRENDING NOW