બનેવી ને સાળા સહિત ત્રણે માર માર્યો.
શનાળા બાયપાસ નજીક રહેતા બનેવી ને જુના બસ સ્ટેશન નજીક અટકાવી “બહેનને કેમ હેરાન કરે છે” કહી સાળા સહિત ત્રણ ઈસમોએ માર માર્યો હતો. જે બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક રહેતા ફરિયાદી અલ્લારખાભાઈ હુસેનભાઈ રાઉમાને જુના બસસ્ટેન્ડ નજીક તેમના સાળા અજિત હમીરભાઈ રાઉમાએ અટકાવી મારા બહેનને કેમ હેરાન કરો છો કહી મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી અજિત રાઉમા સાથે આવેલ બહાદુર લાખાભાઈ અને હાસમભાઈ લાખાભાઈ રાઉમાએ પણ ગાળો આપતા આ મામલે અલ્લારખાભાઈની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





