બંગાવડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક આવેલ બંગાવડી ડેમના ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય ડેમની સંગ્રહ શકિતના ૯૦ ટકા ડેમ ભરાઈ ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે તો ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે આથી નીચવાસમાં આવતા ગામ બંગાવડી, ટીમડી,રસનાળ ના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર ઢાખર ને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રેહવા સુચના આપવામાં આવી છે.





