Sunday, June 7, 2026

નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવા બાબતે ખાર રાખી બે શખ્સોએ વકિલની કારમાં આગ ચાંપી

Advertisement
Advertisement
Advertisement

નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવા બાબતે ખાર રાખી બે શખ્સોએ વકિલની કારમાં આગ ચાંપી

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા યુવકના ઘરે માતાજીના પ્રસંગે કુટુંબના માણસો ભેગા થયા હોય ત્યારે આરોપીઓએ પ્રસંગ કરવામાં રજી ન હોય જેથી પ્રસંગ કરવા બાબતે ખાર રાખી યુવક તથા સાથીને ગાળો આપી યુવકની આઇ ટ્વેન્ટી કારમાં આગ લગાવી નુકસાન કરી યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અને વકિલાત કરતા દેવજીભાઈ રાણાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫) એ આરોપી નરેશભાઇ ઉર્ફે પોપટભાઇ રામજીભાઇ ચૌહાણ તથા દિનેશભાઇ ચનાભાઇ ચૌહાણ રહે. બન્ને નાના ખીજડીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરે માતાજીના પ્રસંગ સબબ કુટુંબના માણસો ભેગા થયેલ હોય અને અરોપીઓ આ પ્રસંગ કરવામાં રાજી ન હોય જેથી ફરીયાદી તથા સાથીને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ આરોપઓએ ફરીયાદી સાથે બોલાચાલી ઝગડો કરી તેમજ પ્રસંગ કરવા બાબતે નો બન્નેએ ખાર રાખી ફરીયાદીની હ્યુન્ડાઇ કંપનીની આઇ ટ્વેન્ટી કાર રજી.નં-GJ-13-AB-6219 કિ.રૂ.૩,૫૦,૦૦૦/- વાળીમાં આગ લગાવી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,810

TRENDING NOW