Tuesday, March 17, 2026

નાના ખીજડીયા ગામે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં નારણકા ગામના સેવાભાવીનું સન્માન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નાના ખીજડીયા ગામે શ્રી લીલામા ગૌ-શાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાવક્તા તરીકે કિશનબાપુએ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભક્તગણોને રસપાન કરાયું હતું. આ કથાનું સમગ્ર લાઇવ પ્રસારણ લક્ષ્ય ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

જેમાં નારણકા ગામના સેવાભાવી અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા દ્વારા લીલામા ગૌ-શાળા મોવીયામાં રૂ.૨૧ હજારનો ફાળો આપ્યો હતો. તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રાસ મંડળીથી ભાવુક બની રૂ.૫૧૦૦ તથા અન્ય મળીને કુલ રૂ.૨૫ હજાર જેટલો ફાળો નોંધાવી ગૌભક્તીનો પરિચય આપ્યો હતો. નોંધનીય ફાળો આપવા બદલ કથાવક્તા કિશનબાપુના હસ્તે અશોકભાઈ મોરડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ નારણકા ગામના સેવાભાવી અશોકભાઈને શુભેચ્છા પાઠવી હતી અને સેવાકિય કાર્યો હમેંશા કરતા રહો તેવી શુભકામના પણ પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,597,997

TRENDING NOW