Sunday, June 7, 2026

મોરબી: તલાટી ક્રમ મંત્રીના પડતર માંગણીઓ મુદ્દે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તલાટી ક્રમ મંત્રીના પડતર પ્રશ્નો અંગે ફરજ ઉપર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના ગુજરાત માહિતી બ્યુરો દ્વારા પ્રકાશિત તા.૨ નવેમ્બર ૨૦૧૮ની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાતની અમલવારી કરાવી ૧૨ વર્ષ ૪૪૦૦ ગ્રેડ પે પંચાયત તલાટી ક્રમ મંત્રીઓને આપવો જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે.

ત્યારે ટંકારા તથા મોરબી તલાટી ક્રમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઇ બોરસનીયા, ઉપપ્રમુખ રવીભાઈ હુંબલ, મહામંત્રી ભાવશેભાઈ કાસુન્દ્રાએ ફરછ પર કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે આગામી તા.૨૭ પેનડાઉન, તા.૦૧ ના રાજ્યના તમામ તલાટી ક્રમ મંત્રીઓ માસ સી.એલ. મુકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવો કરશે. તેમજ ઓનલાઇન કામગીરી તેમજ મહેસુલી કામગીરીનો પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી બહિષ્કાર કરશે. તા.૧૨ ના ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકદિવસીય ધરણા તેમજ અચોક્કસ મુદ્દતની હડતાલ એલાન કરશે.

Related Articles

Total Website visit

1,607,813

TRENDING NOW