Thursday, March 12, 2026

ધરમપુર નજીક પોલીસને જોઈ બુટલેગર દારૂ ભરેલ ગાડી છોડી ભાગ્યા.

Advertisement
Advertisement
Advertisement

ધરમપુર નજીક પોલીસને જોઈ બુટલેગર દારૂ ભરેલ ગાડી છોડી ભાગ્યા.

મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ નજીક આગળ પોલીસ ચેકીંગ જોઈને નાસી છૂટેલા વ્યક્તિની રેઢી પડેલી બલેનો કારમાંથી ઇગ્લીંશ દારૂની ૧૨૦ બોટલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે, ધરમપુર પાટીયા નજીક આવેલ પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે. જે જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજી.નં. GJ-36-IC-0948માંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦/-ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,497

TRENDING NOW