દેવભૂમિ દ્વારકા જિલ્લામા ફટાકડાના ખરીદ, વેચાણ
તથા ઉપયોગ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના
વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયત્રંણ મુકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું
તા.૩૦/૧૦/૨૦૨૩થી તા. ૨૮/૧૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.જાહેરનામા મુજબ દિવાળીના તહેવારો કે અન્ય તહેવારો દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે ૨૩:૫૫ કલાકથી ૦૦:૩૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની સ્તર (Decibellevel) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. હોસ્પીટલ, નર્સિંગ હોમ,
આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ
પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી.ઈ—કોમર્સ વેબસાઈટ
ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહી કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહી. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ ભયજનક પરિસ્થિતીનું નિર્માણ ન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સી.એન.જી. પંપ, એલ.પી.જી.બોટલીગ પ્લાન્ટ, એલ.પી.જી.. ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તવા પદાર્થોના સંગ્રહ કરેલા ગોદામોની નજીક ફટાકડા ફોડી શકાશે નહી.કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુકકલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા
કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રિમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર રહેશે. રાત્રે ૦૮ થી ૧૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હવે
અમલવારી કેટલી થાય તે જોવાનું રહ્યું…?





