Saturday, July 4, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોર જ્યાં ડ્રગ્સ એન્ડ કેમીસ્ટ નિયમોની જોગવાઈઓ મુજબ Schedule H, H1 and x ડ્રગ્સનું વેચાણ કરવામાં આવે છે તે તમામ મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર CCTV કેમેરા લગાવવા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૩૩ હેઠળ હુકમ કરવા સુચના
થયેલ છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની સુચના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ
મેડિકલ/ફાર્મસી સ્ટોર માલિકોએ ૧ (માસ) ના સમયમાં મેડીકલ/ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર
કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાનું રેકોર્ડીંગ જિલ્લા ડ્રગ્સ કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા કોઈપણ સમયે
આકસ્મિક ચેક કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ મેડીકલ/ફાર્મસી સ્ટોર માલિકો દ્વારા આ મુજબના હુકમનું ઉલ્લંઘન કરતા હોવાનું માલુમ પડશે તો કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ
ધરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,610,997

TRENDING NOW