દરસાણી ગામના વતની તેજલ જસુદાન ખળેળ(ગઢવી) MA સંસ્કૃતમાં યુનિવર્સિટી ફર્સ્ટ.
જૂનાગઢના માંગરોળ તાલુકામાં રહેતા તેજલ જશુદાન ગઢવી જુનાગઢ ખાતે આવેલ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એમ.એ સંસ્કૃત વિષયમાં પ્રથમ નંબર મેળવ્યો હોય ત્યારે યુનિવર્સિટી દ્વારા સાંદિપની પોરબંદર ખાતે ગત તારીખ 5-5-2023 ના રોજ કથાકાર રમેશભાઈ ઓઝા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા સાંસદ રમેશ ધડુક ની હાજરીમાં તેજલ બેન ને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારે ગત તારીખ 5 5 23 ના રોજ તેજલ બેન ને પોરબંદર ખાતે મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે તેજલ બેન દ્વારા તેમની આ સફળતાનો શ્રેય તેમને તેમના માતા પિતાને આપ્યો છે. ઉપરાંત તેજલ બેન ને જણાવ્યું હતું કે તેમને આ ગોલ્ડ મેડલ તેમના માતા-પિતાના અથાગ પરિશ્રમના લીધે મળ્યો છે. ઉપરાંત તેજલ બેને જણાવ્યું હતું કે તેઓ યુપીએસસી પાસ કરી કલેકટર આઈએસ બની પોતાના પરિવાર અને પોતાના ગામ અને સમાજનું નામ રોશન કરશે.





