Monday, June 22, 2026

દરબારગઢ નજીક જુગારની ક્લબ ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

દરબારગઢ નજીક જુગારની ક્લબ ઝડપાઈ.

મોરબીના દરબારગઢ નજીક આવેલ હીરો શોરૂમ પાછળ હનુમાનજીમાં રહેણાંક મકાનમાં જુગારની ક્લબ ચાલી રહી હોય ત્યારે પોલીસે બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા 9 પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દરબારગઢ નજીક આવેલ હીરો શોરૂમ પાછળ હનુમાનશેરીમાં રસોઈકામ કરતા આરોપી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામીએ ઘરમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આરોપી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામી, નીમીશભાઇ મનુભાઇ પંડ્યા, રાકેશભાઇ જયંતીભાઇ મકવાણા, સંદીપભાઇ જયંતીભાઇ ગોહીલ, પ્રિન્સભાઇ રાજેશભાઇ પીઠડીયા, નીતીનભાઇ ભરતભાઇ બાંભવા, જયરાજભાઇ ભુપતભાઇ ગોહીલ, ઉતમભાઇ નીતીનભાઇ મક્વાણા અને રુત્વીકભાઇ હરેશભાઇ ટોયટા નામના જુગરીઓ રોકડા રૂપિયા 11,450 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. આ મામલે પોલીસ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,952

TRENDING NOW