હળવદના ભવાની નગર નજીક રહેણાક મકાનમાં ૧૨૦ નંગ દારૂની બોટલો મડી.
હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો રહેણાંકમાં છુપાવી વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી એક શખ્સને 120 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ કિસ્સામાં અન્ય બે શખ્સને પોલીસે બન્નેને ફરાર દર્શાવી ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો રહેણાંકમાં આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી વિશાલ ઉર્ફે ભોડી પ્રવીણભાઈ બાબરીયા વિદેશી દારૂની 120 બોટલ કિંમત રૂપિયા 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે હાલ તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અન્ય બે આરોપીઓ હાજર ન મળી આવતા તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





