Saturday, June 27, 2026

ટીંબડી નજીક ટ્રેલરમાં સફેદ માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

ટીંબડી નજીક ટ્રેલરમાં સફેદ માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો.

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલા અશ્વમેઘ હોટલ સામે આવેલા કોમ્પલેક્ષના પાછળના પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રેલરમાં સફેદ માટેની થેલીઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસે ટીંબડી પાટીયા પાસે, અશ્વમેઘ હોટલ સામે આવેલા કોમ્પલેક્ષ પાછળ પાર્કીંગમાં રેઇડ કરતા પાર્ક કરેલ ટાટા કંપનીનુ ટેઇલર રજી.નં. RJ-52-GB-2691 વાળુ મળી આવતા જે ટ્રેઇલરમાં સઘન તપાસ કરતા ટ્રેઇલરમાં ભરેલ સફેદ માટીની થેલીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ મેકડોવેલ્સ નં.૦૧ સુપીરયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૩૨ કિં.રૂ.૪૯,૫૦૦/- સાથે દીપુ કલ્યાણસિંહ મીણા ઉ.વ.૨૭, રહે. વૃંદ સિરાવાસ, તા.જી.અલવર, રાજસ્થાનવાળાને પકડી પાડવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,609,509

TRENDING NOW