ટંકારામાંથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમ પકડાયો
ટંકારા : ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે શેરીમાંથી વિદેશી દારૂની સાત બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે શેરીમાંથી આરોપી નિતીનભાઇ ઉર્ફે ગલુ સુખલાલભાઈ રાઠોડ (ઉ.વ.૪૮) રહે. લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારાવાળા પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ.૧૬૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





