ટંકારાની એક ઓઈલ ઇન્ડસ્ટ્રીના કારખાનામાંથી આશરે 10.52 લાખ રૂપિયા જેટલો કપાસિયાનો ખોળ એક શખ્સ ઉઠાવી ગયો.
ટંકારામાં આવેલ સેવક ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી રૂ. ૧૦,૫૨,૫૬૭ નો કપાસીયાનો ખોળ ટ્રક ચાલકને ભરી આપી શ્રી ભગવતી ટ્રેડર્સ ભાદરા જી. હનુમાનગઢ રાજસ્થાન ખાતે પોહચતો કરવા આપતા જે માલ ટ્રક ચાલક પોતાના અંગત ફાયદા સારૂં સેવક ઓઈલ ઇંડસ્ટ્રીઝ સાથે છેતરપિંડી કરી લઈ ગયો હવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને ધંધો વેપારનો કરતા અતુલભાઈ બાબુભાઈ કોટડીયા (ઉ.વ.૩૨) એ આરોપી ટ્રક ટ્રેલર નં – RJ-14-GG-9090 વાળીનો ચાલક દિનેશ ગણેશરામ બાંગરા રહે. હિરાસણી તા. જાયલ જી. નાગોર રાજસ્થાન વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૩-૨૦૨૩ થી આજદીન સુધી ફરીયાદીનો કપસીયા ખોળ બોરી નંગ ૭૩૦ જેનો કુલ વજન ૩૫૦૪૦ કિલો ગ્રામ જેની કિંમત રૂપીયા ૧૦,૫૨,૫૬૭/ નો માલ,આ કામના આરોપી ટ્રક ટ્રૈલર નંબર RJ-14-GG-9090 વાળાને ભરી આપી શ્રી ભગવતી ટ્રેડર્સ ભાદરા જી હનુમાનગઢ રાજસ્થાન ખાતે પહોચતો કરવા આપતા જે માલ આ કામના આરોપીએ નહી પહોચાડી પોતાના અંગત ફાયદા માટે રાખી લઈ ફરીયાદી સાથે છેતરપીંડી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાની અતુલભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦,૪૦૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





