Sunday, June 21, 2026

વોટ્સએપમા છ માસ પહેલા કરેલ મેસેજ બાબતે થયેલ માથાકૂટમાં ખાર રાખી યુવક અને તેના મિત્ર પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

વોટ્સએપમા છ માસ પહેલા કરેલ મેસેજ બાબતે થયેલ માથાકૂટમાં ખાર રાખી યુવક અને તેના મિત્ર પર હુમલો.

આજથી છએક માસ પહેલા વોટ્સએપ મેસેજ કરવા બાબતે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક અને તેના મિત્ર પર ધાર્યા, તલવાર, અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સામા કાંઠે વીશીપરા કુલીનગર -૧ માં રહેતા હુશેનભાઈ આલમભાઈ સામતાણી (ઉ.વ.૨૮) એ આરોપી એજાજ ઉર્ફે બાબુ સંધી રહે મોરબી વાવડી રોડ, વીપુલ ગઢવી રહે મોરબી વાવડી રોડ, સલીમભાઇ રાઉમા રહે મોરબી માધાપર, બશીર ફકીર રહે માધાપર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૩-૨૦૨૩ ના રોજ ફરિયાદી તથા ઇજા પામનાર મિત્ર અશરફભાઇને આ કામના આરોપીઓ એજાજ અને વિપુલ સાથે આજથી છ એક માસ પહેલા વોટસએપ મેસેજ કરવા બાબતે માથાકુટ થયેલ હોય તેનો રોષ ખાર ઉતારવા આરોપીઓએ પુર્વયોજીત કાવત્રુ ઘડી પોતાના હાથમા લોખંડનુ ધારીયુ, તલવાર તથા લોખંડના પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા ઇજા પામનાર મિત્ર અશરફભાઇ પોતાના સમાજના સમુહ-લગ્નમાંથી પરત આવતા હતા તે નજીક આવતા આરોપીઓ પુર્વયોજીત કાવત્રુ પાર પાડવા એકદમ દોડીને આવી આરોપી એજાજએ પોતાના હાથમા રહેલ તલવાર વડે ફરિયાદીને ડાબા ખભ્ભા નીચે તલવારનો એક ઘા મારી તથા આરોપી વિપુલે મારી નાખવાના ઇરાદે મિત્ર અશરફભાઇને પોતાના હાથમા રહેલ ધારીયાનો એક ઘા માથામા મારી માથાના ભાગે ગંભીર મરણતોલ ઇજા કરી તથા આરોપી સલીમભાઇ તથા બશીર એ પોતાના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી તથા તેના મિત્રને ને આડેધડ ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે હુશેનભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓની અટક કરી હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,906

TRENDING NOW