ટંકારાના વાઘગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા.
ટંકારા તાલુકાના વાઘગઢ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમિઓ મડી આવ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વલ્લભભાઈ લાલજીભાઈ બારૈયા, અશ્વિનસિંહ મહિપતસિંહ ઝાલા, નિલેશ ગંગારામ વાઘેલા અને નરસિયાભાઈ રેમલિયાભાઈ મેહડાને તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 35,450, ત્રણ ફોન કિંમત રૂપિયા 5500 અને 35 હજારનું રોયલ ઇનફિલ્ડ બુલેટ સહિત 75,950નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





