Sunday, June 7, 2026

ટંકારા નજીકથી કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો: 2ની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા નજીકથી કારમાંથી દેશી દારૂ લીટર ૫૬૫ના જથ્થા સાથે બે ઇસમને ટંકારા પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે.

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એક સફેદ કલરની સેંન્ટ્રો કાર નં.G-J-12-P-8794 વાળીમાં દેશીદારૂ લીટર ૫૬૫ (કિ.રૂ. ૧૧,૩૦૦) તથા સેંન્ટ્રો કાર નં G-J-12-P-8794 મળી કુલ મુદ્દામાલ રૂ.૨૬૧૩૦૦ સાથે આરોપી અજયભાઈ ભાણાભાઈ શીયાળ (રહે,મયુરનગર સીતારામ સોસાયટી શેરી નં ૦૧ ચુનારાવાડ રાજકોટ), પ્રશાંતભાઈ રતીલાલ જસાણી (રહે.અંબીકા સોસાયટી શેરી નં ૪ ચુનારાવાડ રાજકોટ) વાળાઓ ઝડપી લીધા હતા.

જ્યારે આ દેશી દારૂનો જથ્થો પીંન્ટુભાઈ (રહે.રાજકોટ) તથા સુનીલ કિશનભાઈ સોલંકી (રહે.ચુનારાવાડ શેરી નં ૧ રાજકોટ)વાળાઓએ ભરી આપેલ હતો. તેમજ તે દેશીદારૂ દિગ્વીજયસિહ છત્રસિંહ જાડેજા (રહે.શનાળા) તથા સુરેશ ઉર્ફે સુડો લખમણભાઈ થરેસા (રહે.મોરબી)ને આપવાનો હતો. જે પકડાયેલ આરોપીએ ખુલાસો કર્યો હતો. જેથી તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહિ ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,607,807

TRENDING NOW