જામનગરના સમર્પણ સર્કલ પાસે હોમગાર્ડઝ જવાન પર ચાર શખ્સો એ કર્યો હુમલો.
જામનગર હોમગાર્ડમાં નોકરી કરતા જવાન પર ગઈરાત્રે ચાર શખ્સે મુનશી વડે હુમલો કરી માર માર્યો હતો. જ્ઞાતિના સમૂહ લગ્ન વેળાએ આ શખ્સો બળતરા થાય તેવા સ્પ્રે છાંટતા હતા અને ત્યારે થયેલી બબાલમાં હોમગાર્ડ જવાને પોલીસ બોલાવવાનું કહ્યું હોય તેનો ખાર રાખી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના રણજીત નગરમાં આવેલા જૂના હુડકામાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરતા કાનજીભાઈ ગાગજીભાઈ પરમાર (ઉ.વ.૪૧) નામના યુવાન ગઈ રાત્રે દસેક વાગ્યે સમર્પણ હોસ્પિટલથી આગળ જઈ રહ્યા હતા ત્યારે રાહુલ સોમા ચાવડા અને તેની સાથે રહેલા ત્રણ શખ્સે રોકી લીધા હતા.
તેઓના સમાજના યોજાયેલા સમૂહ લગ્નમાં રાહુલ ચાવડા તથા તેના મિત્ર લિક્વિડ વાળો સ્પ્રે કરતા હતા જેને સ્પ્રે ઉડતો હતો તેમને બળતરા થતી હોય કાનજીભાઈએ તે સ્પ્રે ન ઉડાડવા કહ્યું હતું અને આ વેળાએ મચેલા હલ્લા વચ્ચે રાફુદળ ગામથી આવેલી જાનના લોકોએ રાહુલ વગેેરેને પકડી લીધા હતા.
આ વેળાએ કાનજીભાઈએ પોલીસને બોલાવવાનું કહ્યું હતું. તે પછી મામલો પૂરો થયો હતો પરંતુ આ બાબતનો રાહુલ ચાવડા અને તેના મિત્રોએ ખાર રાખ્યો હતો. ગઈકાલે રાત્રે આ બાબતે બોલાચાલી કર્યા પછી કાનજીભાઈ પર ચારેય શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. ઘવાયેલા કાનજીભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





