ગ્રીન ચોક માંથી અજાણ્યો ઇસમ બાઈક ઉઠાવી ગયો.
મોરબીના ગ્રીન ચોકમાંથી એક અજાણ્યો શખ્સ બાઈક ચોરી ગયો હોઈ ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોકમા ચોકસી બ્રધર્સ નામની દુકાન સામેથી શનાળા રોડ ઉપર શિવમ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ મગનભાઈ ગામીનું રૂપિયા 20 હજારની કિંમતનું પ્લેટીના બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.





