ગુજરાત સચિવાલય સ્ટાફ એસો.ના મહામંત્રી તરીકે ઝરપરાના યુવાન જંગી બહુમતીથી ચૂંટાયા..
ગાંધીનગર ખાતે ગુજરાત સચિવાલયના સ્ટાફ એસોસિએશનની ચૂંટણીમાં મુંદરા તાલુકાના ઝરપરા ગામના અને ગાંધીનગર સચિવાલય ખાતે નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કચ્છી યુવાન શ્યામ માણેક ગઢવી અને તેમની સમગ્ર પરિવર્તન પેનલે તમામ આઠ હોદ્દાઓ પર મોટી લીડથી ભવ્ય વિજય મેળવ્યો હતો. એસોસિએશનના કુલ ૧૧ હોદ્દાઓ પૈકી ત્રણ હોદ્દાઓ પર તેમની જ પેનલના ઉમેદવારોની બિનહરીફ વરણી કરાઇ હતી. મહામંત્રીના હોદ્દા માટે ત્રણ ઉમેદવારો વચ્ચે યોજાયેલ ચૂંટણી જંગમાં કુલ પડેલ ૧૧૮૯ મતો પૈકી ૬૭૯ મતો મેળવી શ્યામ ગઢવીએ ૪૫૪ મતોની જંગી સરસાઇથી વિજય મેળવ્યો હતો.
આ ચૂંટણીમાં શ્યામભાઈ વતી કચ્છના જ અન્ય નાયબ સેકશન અધિકારી કચ્છી યુવાનો ભુજના મૃણાલ છાયા, આશાપર (લખપત)ના રાજેન્દ્રસિંહ સોઢા, ગાંધીધામના ભૃગુરાજસિંહ ગોહિલ, ઝ૨૫૨ાના પી. ડી. ગિલવા વિ.એ જહેમત ઉઠાવી હતી. પરિવર્તન પેનલ દ્વારા સચિવાલયના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા મજબૂત અવાજ બનવા બાંહેધરી અપાઇ હતી.





