Thursday, August 13, 2026

કાલિકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જિદ વાળી શેરીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 10 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

કાલિકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જિદ વાળી શેરીમાં જુગાર રમતા 5 મહિલા સહિત 10 ઝડપાયા.

મોરબીના કાલિકા પ્લોટ માં બાવાઅહેમદશાહ મસ્જિદ વાળી શેરીમાંથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે નસીબ આધારિત જુગાર રમતા 5 મહિલા સહિત 10 પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાદમી મળી હોય કે, મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ બાવાઅહેમદશાહ મસ્જિદ વાળી શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા,
(૧) રિયાઝભાઈ હનીફભાઈ ચાનીયા
(૨) ફારૂકભાઈ હુશેનભાઈ ફલાણી
(૩) અબ્દુલ્લા મહેબુબભાઈ આરબ
(૪) અસલમભાઈ અમીનભાઈ માજોઠી
(૫) અજયભાઈ રમેશભાઈ ભટ્ટી
(૬) બેનરજીબેન રિયાઝભાઈ જુણાય
(૭) જસ્મીનબેન મોહીનભાઈ ચાનીયા
(૮) દક્ષાબેન સંજયભાઈ બેલદાર
(૯) ગુલશનબેન રફિકભાઈ શેખ
(૧૦) ફરીદાબેન અબ્દુલભાઈ સુમરા
જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી 27,200/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,625,097

TRENDING NOW