કામ માટે પરાણે ઉઠાડતા પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
હળવદ તાલુકાના ઈસનપૂર ગામે ખેતરમાં મજૂરી કરતા પતિને સવાર પરાણે ઉઠડતા ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.ત્યારે આ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં હળવદ તાલુકાના ઇસનપુર ગામની સીમમાં જાદવજીભાઈ કરશનભાઇ પરમારની વાડીએ રહી ખેત મજૂરી કરતા જુવાનસિંગ નસરિયાભાઈ રાઠવા ઉ.40ને તેમના પત્નીએ વહેલી સવારે ખેતીકામ માટે પરાણે ઝગાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં જુવાનસિંગે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





