Monday, June 8, 2026

ઓખા ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ કોટક દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના શ્રી નીતાબેન અંબાણી ને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

માનનીય શ્રીમતી નિતાબેન અંબાણી જયશ્રી ક્રુષ્ણ આશા છે કે દ્વારકાધીશ ની કૃપા થી સર્વે કુશળ મંગળ હશો, આપ તથા આપનું કુટુંબ દ્વારકાધીશ મંદિર મા અપાર શ્રદ્ધા ધરાવો છો, અને અવાર નવાર આપનું કુટુંબ દ્વારકા દર્શનર્થે આવે છે. હાલ મા આપના પુત્ર શ્રી અનંત ભાઈ દ્વારા વનતારા ના માધ્યમ થી પ્રાણી તથા પક્ષી પ્રત્યે નો પ્રેમ બતાવેલ જે ખરેખર એક સરાહનીય બાબત છે. તે કાર્ય બદલ ખુબ ખૂબ અભિનંદન. તો તે વિષે જાણી ને આપને આ પત્ર લખી મારી તથા આ વિસ્તાર ના લાખો લોકો ની એક નાનકડી ઇચ્છા વ્યક્ત કરવાનું મન થયેલ છે. હાલ ઓખા મંડળ માં કોઈ આધુનિક હોસ્પિટલ ના હોય ઇમરજનસી માં ફરજિયાત દરેક લોકો ને જામનગર જવાની જરૂર પડે છે. જે ઓખા થી અંદાજિત ૧૭૫ કિલો મીટર દૂર છે. ઇમરજન્સી મા સારવાર ના અભાવે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. તો આ વિસ્તાર માં એક સારી હોસ્પિટલ ની ખાસ જરૂરિયાત છે જે આપ ધારો તો રીલાયન્સ ફાઉન્ડેશન ના માધ્યમ થી બનાવી શકો છો. આ હોસ્પિટલ મીઠાપૂર થી દ્વારકા વચ્ચે બનાવામા આવે તો ઓખા મંડળ ના તમામ લોકો ને તેની સેવા નો લાભ મળી શકે. વધુ મા શિક્ષણ ક્ષેત્ર મા પણ સારી સંસ્થા નો અભાવ છે. તો આપશ્રી ને ઓખા મંડળ તરફ થી નમ્ર વિનંતી છે કે કોઇ સારી સ્કૂલ બનાવી આપવા મા આવે તો ઓખા મંડળ તથા ભારત દેશ નું ભવિષ્ય ઉજ્જવળબની શકે. હાલમા આપના આંગણે આપના સુપુત્ર ના લગ્ન નો અવસર આવેલ છે. તો તેની યાદગીરી રૂપે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલ અને સ્કૂલ નું નિર્માણ કરી આપના સુપુત્ર ના લગ્ન ને યાદગાર બનાવી ને આ વિસ્તાર ના લોકો ને અમુલ્ય ભેટ આપી શકો છો. આપ તથા આપના પરિવાર પર ભગવાન દ્વારકાધીશ ની અપાર કૃપા છે. અને હજી પણ ભગવાન દ્વારકાધીશ તમામ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે. બસ આ વિસ્તાર ની મોટા મા મોટી સમસ્યા છે તે વહેલી તકે દૂર કરવા પ્રયત્ન કરશો તેવી આશા છે. આ બાબતે મારી અથવા અમારી સંસ્થા ના સાથ સહકાર ની જરૂર પડે તો અમે તે આપવા તત્પર છીએ.

Related Articles

Total Website visit

1,607,858

TRENDING NOW