ઈંગ્લીશ દારૂ સોધી કાઢતી ઓખા મરીન પોલીસ
દ્વારકા: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષકએ દેવભૂમિ દ્વારકા જીલ્લામા દારૂ-જુગાર નેસ્ટ્-નાબૂદ કરવા માટે પ્રોહી-જુગાર શોધી કાઢવા સ્પેસિયલ ડ્રાઈવ આપેલ હોય જે અન્વયે દેવભૂમિ દ્રારકા જીલ્લાના પોલીસ અધિક્ષકએ જીલ્લામાં દારૂ-જુગાર નેસ્ટ નાબૂદ કરવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક રાધવ જૈનને ખાનગી રાહે બાતમી મળેલ કે મહેશભાઇ સાજણભાઈ ધોકીય રહે. ઓખાવાળો તેમની ભોગવટાની મહાબલી મોબાઇલની દુકાનમાં પાસ પરમિટ વગર ભારતીય બનાવતાનો વિદેશી દારૂ રાખી વેપાર કરેલ છે અને હાલમાં પણ પ્રહુતિ ચાલુ હોય જેથી ઓખા મરીન પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે રેડ કરતાં ભારતીય બનાવતાનો વિદેશી દારૂ ની 70 બોટલ કિમત રૂ.8400 પ્રોહી મુદ્દામાલ પકડી પડી કાયદેસરની કાર્યવાહી ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે.





