Monday, June 15, 2026

આમરણ ગામે વેપારીએ કરીયાણુ ઉધાર ન આપતા બે શખ્સોએ વેપારી દંપતીને મારી માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના આમરણ ગામમાં કારીયાણાના વેપારીએ ઉધારમા માલ આપવાની ના પાડતા બે શખ્સોઓએ વેપારી દંપતિને માર મારી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના આમરણ ગામે કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા અમિતભાઇ ભુપતભાઇ સોમૈયા
(ઉં.વ.૩૯) પોતાની દુકાને વેપાર કરી રહ્યા હતા તે દરમિયાન રાજ ડાંગર અને પરેશ દિલીપભાઇ કાસુન્દ્રા (રહે. બેલા આમરણ) નામના બે શખ્સો રાત્રીના સમયે દુકાને આવ્યા હતા અને બાકીમાં કરિયાણું આપવાની માંગ કરી હતી જેની વેપારીએ મનાઈ ફરમાવી દેતા આ બાબતે બોલાચાલી કરી વેપારી અમિતભાઈ પર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. તે વેળાએ અમિતભાઈના પત્ની બચાવવા વચ્ચે પડતા બન્ને
લુખ્ખાઓએ મહિલાને પણ માથાના ભાગે ધોકો પટકારતા તેઓને પણ ઇજા થવા પામી હતી આ ઉપરાંત લુખ્ખાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અમિતભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW