આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા ના હોદેદારો દ્વારા ગાંધી જયંતી ની ઉજવણી કરવામાં આવી..
આજરોજ આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા જિલ્લા યુનિટના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે મળી જામખંભાળિયા ખાતે જોધપુર નાકા પાસે 2 જી ઓક્ટોબર ગાંધી જયંતી ના પવિત્ર દિવસે ગાંધીજીની પ્રતિમા ને ફૂલહાર અને વૈષ્ણવજન ધૂન નું આયોજન કરેલ હતું અને પૂજ્ય ગાંધીબાપુ પાસે સત્ય અને અહિંસા સાથે આ દેશમાં કાયમ શાંતિ અને ભ્રષ્ટાચાર મુક્ત જાતિવાદથી પર સુશાસન આવે એવી ગાંધીબાપુ ના ચરણોમાં નત મસ્તક થઈને પ્રાર્થના કરેલ અને ભ્રષ્ટ રાજકારણીઓને બાપુ સારી મતી આપે અને દેશની સેવામાં તમામ ક્રાંતિકારી યુવાનો સત્યની રાહ પર રાષ્ટ્ર સેવા કરે એવી બાપુને પ્રાર્થના કરેલ હતી…










