Monday, June 8, 2026

અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલ ૫ આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરતી મોરબી જિલ્લા પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

અગલ અગલ ગુન્હાઓમાં સંડોવાયેલ ૫ આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરતી મોરબી જિલ્લા પોલીસ.

મોરબી જિલ્લા પોલીસ ટીમે વ્યાજખોરી અને શરીર તેમજ મિલકત સંબંધી ગુન્હાઓમા સંડોવાયેલ પાંચ રીઢા ગુન્હેગારોને પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી હેઠળ એક સાથે અલગ અલગ જેલમાં ધકેલી દેતા ગુન્હેગાર આલમમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર જિલ્લામાં મિલકત સંબંધી, શરીર સંબંધી તેમજ વ્યાજખોરીના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ પાંચ ઇસમો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરતા પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઈ વાઘેલા, અજય જગદીશભાઈ ચૌહાણ રહે.બન્ને રફાળેશ્વર, ગૌતમ જયંતિભાઈ મકવાણા રહે.લીલાપરને શરીર તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ અચરવા સબબ અનુક્રમે જુનાગઢ, સુરત અને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે વ્યાજખોરી બદલ રોહિત રાજેશભાઇ જિલરીયા રહે.તુલસી પાર્ક મોરબી વાળાને ભાવનગર જેલ તેમજ વિરમભાઈ હમીરભાઈ કરોતરાને વ્યાજખોરી સબબ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

Related Articles

Total Website visit

1,607,872

TRENDING NOW