અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથામાં ૧૨ તારીખે પૂર્વ CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે
મોરબી: કોરોના દિવંગતોના મોક્ષાર્થે, કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં તા. 1-09 2022, સોમવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે વિશિષ્ટ ઉમદા અને લાગણીસભર ઉદ્દેશથી એક સંવેદનાથી આયોજીત આ કથામાં કાંતિભાઈ અમૃતિયાના આમંત્રણને માન આપી, તાજેતરમાં જ જેઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંજાબ ચંદીગઢ ના પ્રભારી બનાવવામાં આવ્યા છે એવા વિજયભાઈ રૂપાણી અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય ફાળવી અત્રે પધારવાના છે.





