Thursday, June 25, 2026

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિબંધસ્પર્ધા માં રાજપરા ચેલસી એ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement

” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર ના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં લીલાપર ગામના રહેવાસી અને રેવન્યુ બાર એસોસિએશન મોરબીના પ્રમુખ, સંજયભાઈ રાજપરા ની પુત્રી, ચેલ્સી ભાગ લીધેલ જેમણે જિલ્લા કક્ષા એ “સ્ત્રી સશક્તિકરણ” ના વિષયમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને સમજતા પહેલા ‘સશક્તિકરણ’ની વિભાવનાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અને બીજી એક બાબત એ પણ તારવી શકાય કે કોઈને સશકત કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે તેનામાં સામર્થ્ય, તાકાત, બળ કે ઉદ્યમ ન હોય. કોઈ વ્યક્તિ જાતે કંઈક કરવા શક્તિમાન ન હોય ત્યારે તેને અમુક પ્રકારે મદદ કે સહયોગ પૂરા પાડી સશક્ત કરવાની જરૂર પડે છે. જો આમ હોય તો આના પરથી મહિલા સશક્તિકારણને લઈને મનમાં કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે, જેમ કે, શું મહિલાઓ શક્તિશાળી નથી.?
શું મહિલાઓ સાચે જ અબળા કે નિર્બળ છે.?
શું મહિલાઓમાં પોતાની આગવી નિર્ણયશક્તિનો અભાવ છે.?
શું મહિલાઓ વહીવટ કરવા સક્ષમ નથી.?
તથા જિલ્લા કક્ષા એ “ડ્રગ્સના દૈત્યોમાંથી યુવાનોને બચાવવા હું શું કરી શકું” ના વિષય માં તેમણે જણાવ્યું હતું કે, આપણે
પાંચ લાખની ગાડીમાં પણ ક્યારેય કેરોસીન નથી નાખતા કેમ.? કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. ગાડીની આપણને આટલી ચિંતા છે.? વ્યસનોથી શરીરને કેટલું નુકશાન થાય છે એ કદી વિચાર્યું છે.? માટે હે યુવાન… ન પડ વ્યસનની માયાજાળમાં. જરાક, પાછુ વળીને તો જો કેટલા લોકોની અપેક્ષા તારી સાથે જોડાયેલી છે. આ માથાના સિંદુર ને, હાથની બંગડીઓ, અને ગળા ના મંગળસુત્ર ને અકબંધ કોણ રાખશે. આવા વૈધક સવાલો આ નિબંધ સ્પર્ધામાં ઉજાગર કરેલ હતા. આ નિબંધ સ્પર્ધામાં રાજપરા ચેલ્સી, એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીલાપર ગામ તેમજ રાજપરા પરિવાર નું ગૌરવ વધારેલ છે.

Related Articles

Total Website visit

1,609,358

TRENDING NOW