મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ભક્તિનગર સર્કલ નજીકથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક ઈસમનું નામ ખુલતા પોલીસે તેને પકડવા કવાયત હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બાતમીને આધારે ભકિતનગર સર્કલ પાસે દરોડો પાડી એસ્સાર પંપ સામે, તુલશી હોટલ નજીકથી મયુર નરભેરામભાઇ મેંદપરા (ઉં.વ. 27 રહે. મોરબી, ઉમીયા સર્કલ, વૃંદાવનપાર્ક, મયુર પેલેસ, ફલેટ નં. 201) ને લાઈવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમાં લાઇવ ક્રિકેટ મેચ નિહાળી ગુજરાત ટાઇટન (GT) તથા રાજસ્થાન રોયલ (RR) ની આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર આરોપી વિપુલ (રહે. મોરબી) સાથે સટ્ટો રમતા ઝડપી પાડી રોકડ રૂ. 2400 તેમજ મોબાઈલ ફોન (કિં.રૂ. 10,000) મળી કુલ રૂ. 12,400 નો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપી વિપુલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.





