Saturday, June 6, 2026

મોરબીના ઉંચી માંડલ નજીક મોબાઈલની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ : એક રાઉન્ડ ફાયરીંગ કરીને બે શખ્સો ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ સીટી પલ્સ નામની મોબાઈલની દુકાનમાં આજે સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે બે હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને મોબાઈલમાં ગ્લાસ નાખવાનું કહેતા દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો બાદમાં દુકાનદારે પૈસા માંગતા કાચના દરવાજા બંધ કરી બે બુકાનીધારી શખ્સોએ બંદૂક કાઢીને દુકાનદારને જેટલા પૈસા હોય એટલા આપી દેવા કહ્યું હતું જેથી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાનદાર મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેટલી રકમ લૂંટારુઓને આપી દીધી હતી તે દરમિયાન દુકાનમાંથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેમાં લૂંટારુઓએ પણ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW