Thursday, May 1, 2025

મોરબીના નકલી ઓઈલ કૌભાંડમાં મુંબઈની ઓઈલ કંપનીના કર્મચારીએ ફરીયાદ નોંધાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસની ટીમે લાતી પ્લોટ શેરી નં. 6 માં આવેલ મુનનગર ચોકમાંથી ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર દરોડો કરીને રૂ. 25,50,995 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેથી આ મામલે મુંબઈની ઓઈલ કંપનીના કર્મચારીએ ઝડપાયેલ બંને આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે ગત તા. 8 એપ્રિલના રોજ લાતી પ્લોટ શેરી નં. 6 માં મુનનગર ચોકમાં આવેલ શિવમ પ્લાય એન્ડ હાર્ડવેરની બાજુમાં દિનેશભાઈ દલવાડીના ડેલામાં દરોડો પાડી મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠકકર (રહે. 102-શીવ હેરીટેઝ, આર.ડી.સી.બેન્ક નજીક, રવાપર રોડ, મોરબી) અને અરુણભાઈ ગણેશભાઇ કુંડારીયા (રહે. બ્લોક નંબર-404, ચોથા માળે, સંકલ્પ એપાર્ટમેન્ટ, રવાપર ઘૂનડા રોડ, મોરબી) ને નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ ઓઈલ બનાવી વેચાણ કરતા ઝડપી લઈ રૂ. 25,50,995 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે મુંબઈની ઓઈલ કંપનીના કર્મચારી સચીન તાનાજી દેસાઈએ મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા વિરુદ્ધ પોતાની કંપનીના તેમજ અન્ય કંપનીના બોગસ ડબ્બા, પાઉચ બનાવી ભેળસેળ યુકત ઓઈલ બનાવવા અને વેચાણ કરી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ આઇપીસી કલમ 406, 420, 482, 485, 486, 489,114 તથા કોપી રાઇટ એક્ટ 1957 ની કલમ-63, 65 તથા ટ્રેડ માર્ક એક્ટ 1999 ની કલમ-103, 104 અને 105 મુજબ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,502,620

TRENDING NOW