Tuesday, August 25, 2026

ભાવનગર કેમિકલ યુક્ત ઝેરી દારૂ કાંડ: SMC એ ૧૩ વધુ આરોપીઓની કરી ધરપકડ,

Advertisement
Advertisement
Advertisement

ભાવનગર કેમિકલ યુક્ત ઝેરી દારૂ કાંડ: SMC એ ૧૩ વધુ આરોપીઓની કરી ધરપકડ,

કોર્ટે ૨ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાથી થયેલા અકસ્માતી મોત પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આઈ.પી.સી. અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ ચાલી રહી છે.

ડી.જી.પી.ની સૂચનાથી SMC ના પી.આઈ આ કેસની તપાસ સંભાળી રહ્યા છે. કેમિકલ યુક્ત દારૂના નેટવર્કને તોડી પાડવા SMC ની ૧૬ ટીમો દિલ્હી, એમ.પી., રાજસ્થાન, યુ.પી. અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તપાસ ચલાવી રહી છે.

અગાઉ ૧૪ આરોપીઓની અટકાયત બાદ વધુ ૧૩ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા તા. ૦૨/૦૯/૨૦૨૬ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ અને તેમની ભૂમિકા

૧. આનંદ રાકેશભાઈ છાંડી (રહે. ઉઆદ, દૂધી થાના, કરણવાસ, જી. રાજગઢ, મધ્યપ્રદેશ)
ભૂમિકા: ઉજ્જૈન ખાતેથી લાવવામાં આવેલ આ આરોપી ઝેરી દારૂ બનાવવાના ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે અને ઝેરી દારૂ બનાવવા માટેનું કેમિકલ આ આરોપી મારફતે જ આવ્યું હતું.

૨. અરવિંદ ઉર્ફે પાંડે દિનેશભાઈ સોલંકી (રહે. કૃષ્ણપરા ગૌશાળા, ઘોઘા રોડ, ભાવનગર)
૩. સંજય નાનુભાઈ મકવાણા (રહે. કૃષ્ણપરા ગૌશાળા, રામાપીર મંદિર સામે, ઘોઘા રોડ, ભાવનગર)
૪. નિતિનભાઈ ઉર્ફે મુના દેવજીભાઈ મોરી (રહે. ચકુતલાવડી પાસે, ઘોઘા રોડ, ભાવનગર)
૫. કિશોર ઉર્ફે પોચો છનાભાઈ સોલંકી (રહે. વારીયા રાજપૂતવાળા, સુભાષનગર, ભાવનગર)
૬. મયૂર વિનોદભાઈ સોલંકી (રહે. વિધ્યાનગર ગાંધી કોલોની, ભાવનગર)
૭. સંજયભાઈ દેવજીભાઈ મોરી (રહે. કૃષ્ણપરા ગૌશાળા, ઘોઘા રોડ, ભાવનગર)
૮. મુકેશ ઉર્ફે કચોરી ગોવિંદભાઈ બારૈયા (રહે. શાકમાર્કેટ રોડ, મઠુલીવાળો ખાંચો, ભાવનગર)
૯. સંજય ઉર્ફે ચકરમ નનજીભાઈ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા, ભાવનગર)
૧૦. નિર્મલસિંહ ગંભીરસિંહ વાઘેલા (રહે. કાળિયાબીડ વીરાણી સર્કલ, ભાવનગર)
૧૧. પાર્થરાજસિંહ હરેન્દ્રસિંહ ગોહીલ (રહે. ભરતનગર નવા બે માળીયા, તળાજા રોડ, ભાવનગર)
૧૨. સંજય રાવતભાઈ ચાવડા (રહે. સરકારી ક્વાર્ટર, જેલ ગ્રાઉન્ડ, ભાવનગર)
૧૩. ભાગીરથસિંહ સહદેવસિંહ ગોહિલ (રહે. ખરકડી ગામ, તા. ઘોઘા, જી. ભાવનગર)

આરોપી નંબર (૨) થી (૧૩) ની ભૂમિકા: આ તમામ આરોપીઓએ ઝેરી દારૂની સપ્લાય ચેઈનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ઝેરી દારૂ મંગાવી, પોતાના કબ્જામાં રાખીને લોકોને સપ્લાય તથા વેચાણ કરવાનું કામ કર્યું હતું.

હાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા તથા તમામ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Related Articles

Total Website visit

1,626,687

TRENDING NOW