હળવદ : જૂના ઝગડાનું મન દુઃખ રાખી ને વ્યક્તિ પર ત્રણ શખ્સોએ ધોકા તથા તિષ્ણ હથિયાર વડે હુમલો
મળતી માહિતી મુજબ વિજયભાઈ કાળુભાઈ પરમાર (ઉ.વ.૨૦) રહે શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઉમેશભાઇ બચુઅભાઇ રાઠોડ રહે.સરા રોડ હળવદ, પ્રકાશભાઇ રાઠોડ, જીતુભાઇ જગાભાઇ રાઠોડ રહે બન્ને.રહે.ક્રુષી શાળા રોડ બસ સ્ટેશન પાછળ તા. હળવદ ફરીયાદી બપોરના બે એક વાગ્યાના અરસામા હળવદ બસ સ્ટેશન પાછળ ઘરે જમવા માટે જતા આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવેલ અને ફરીયાદીના કોટુબીક ભાઇઓ સાથે આરોપીઓને એકાદ મહીના પહેલા જગડો થયેલ હોય જેનુ મન:દુખ રાખી ધોકો તથા તલવાર વડે હુમલો કરી ફરીયાદીના ત્રણેય મોટર સાઇકલમા તોડફોડ કરી નુકશાન કરી ફરીયાદીના બન્ને પગમા ગોઠણના ભાગે લાકડાના ધોકા વડે માર મારી મુઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાથી સરોજબેન કાળુભાઇ પરમાર વચ્ચે પડતા તેને પણ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે





