Monday, June 15, 2026

ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ દીકરાના વહુના સહારે લેણદારો ને પડ્યા ઉપર પાટુ માર્યું, લેણદાર મહિલાઓ વિરૂધ્ધ જ પોલીસ ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ દીકરાના વહુના સહારે લેણદારો ને પડ્યા ઉપર પાટુ માર્યું, લેણદાર મહિલાઓ વિરૂધ્ધ જ પોલીસ ફરિયાદ

(લંકેશ)
હમણાં મોરબીમાં એક મુદો બહુ ચર્ચાય છે અને ચર્ચા સાથે હાયકારો પણ નખાઈ છે , કારણ કે હાલ મોરબી ની મંદી ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાને આભારી હોઈ એવું લોકો કહી રહ્યા છે, બુચ મારવાની રકમને લઈ શરૂવાત મા આ વાત મીડિયા અને સોશિયલ મીડિયા જગતમાં ખૂબ જ ચાલી પણ હવે ધીમે ધીમે લોકો બહાર આવી રહ્યા છે

જયંતિ રાજકોટિયા નો મૂળ વ્યવસાય વ્યાજ વટાવ નો હતો શરૂઆતમાં તો બધું સારી રીતે ચાલ્યું પણ રકમ જ્યારે હજારો કરોડ ની થઈ ગઈ ત્યારે એક ધારાસભ્ય સાથે મળી ઠંડા કલેજે પ્લાનિંગ બનાવ્યું કે લોકોનું બુચ કેવી રીતે મારવું

આ પ્લાનિંગ માં ધારાસભ્ય એ અમુક રકમ ગાંધીનગર ના એક મહામંત્રી ને આપી જયંતિભાઇ રાજકોટિયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનાવી દીધા , આવી ચર્ચા કમલમ માં પણ ચાલે છે, હવે લેણદારો ની હાલત પણ સાપ સસુંદર ગળ્યો એવી થઈ કેમ કે વગર આધાર ભાજપના પ્રમુખના કોલર જાલી શકાય નહીં, ભાજપના પ્રાથમિક સભ્ય નથી એવા જયંતી રાજકોટિયાની ભાજપ જીલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા મોરબી ભાજપ માં પણ કુતૂહલ સર્જાયુ હતું

રાજકીય સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી રહી છે કે ભાજપના પ્રદેશ લેવલના મહામંત્રી મોરબીના ધારાસભ્યો ને આ મામલો પૂરો કરવા આદેશ કરે છે, ભાજપના જ ઘણા નેતાના ઓળખીતા ના રૂપિયા પણ સલવાયા છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવ્યા ત્યારે વાંકાનેર ના ધારાસભ્ય જીતુ સોમાણી પણ તેના ફકત ૫ ટેકેદાર ને લઇ રાજકોટિયાએ બુચ માર્યુની ફરિયાદ લઈ ને આવ્યા હતા

મોરબીમાં ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ બુચ ની રકમ ૭૦૦ કરોડ થી વધુ છે જેમાં મોટાભાગના લોકો પાસે કોઈ કાનૂની આધાર નથી , મોરબીના દિવાળી અને જન્માષ્ટમી ના તહેવારોની મંદી પણ ભાજપ પ્રમુખ રાજકોટિયાને આભારી છે
એવી ચર્ચા થી લોકો મજાક બનાવી રહ્યા છે

મોરબી જિલ્લા ભાજપમાં આજ દિન સુધી એક પણ કાર્યક્રમ થયો નથી કારણ કે ભાજપના પ્રમુખ જ બિલાડીની જેમ છુપાતા છુપાતા સરનામા બદલે છે અને જો જાહેર માં આવે તો લોકો ને બદલે લેણદારો ની ભીડ જામે છે
દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ જ જો મિસ્ટર ઇન્ડિયા થઈ જતા હોય તો જીલ્લા સંગઠન ના શું હાલ હશે

લેણદારો માં હમણાં થોડા દિવસો થી મહિલાઓ ભાજપ પ્રમુખ કાર્યાલયે ઉઘરાણી માટે જતી હોય તેવા વિડિઓ વાયરલ થયા હતા, અનેક અમુક મહિલાઓ તો સાથે ટિફિન લઈ પ્રમુખના બંગલે ઉઘરાણી માટે બેસતી હોવાથી પ્રમુખે પોલીસ બોલાવી પડી હતી જેનો વિડિઓ પણ વાયરલ થયો હતો જેમાં મહિલાઓ કહી રહી હતી કે માણસો મારી ગયા હવે તો પૈસા પાછા આપો બાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો

ગઈ કાલે શોભનાબેન જાકસણીયા અને ચાંદનીબેન નામની બે લેણદાર મહિલા પ્રમુખના ઘરે ઉઘરાણી માટે ગઈ ત્યારે પ્રમુખના પુત્રવધૂ હાર્દિક બેન રાજકોટિયા દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો જે ભાજપ મહિલાઓના સશક્તિકરણ ની વાતો કરતી હતી એ જ ભાજપ મહિલાઓ ઉપર પોલીસ પ્રયોગ કરે એ સમાચાર થી જીલ્લા ભાજપની આબરૂના લીરા ઉડ્યા હતા,

ભાજપનું મોવડી મંડળ આ ઉઘરાણા કાંડ મા કોઈ નકકર કાર્યવાહી કરશે કે પછી હવે ભાજપમાં જ બુચ મારવા ની પ્રેરણા ને પ્રોત્સાહન આપશે તેના ઉપર સૌરાષ્ટ્રભર ના ભાજપ કાર્યકર્તા ની નજર મંડાઇ રહી છે કે પક્ષની વિચારધાર કઈ દિશા માં જઈ રહી છે કારણ કે બૂચમારૂ અને ભ્રષ્ટાચારી જ નેતા બને તો પછી નિષ્ઠાવાન લોકો ધીરે ધીરે નિષ્ક્રિય થઈ રહ્યાં છે

આર એસ એસ સાથે જોડાયેલ જયંતિ રાજકોટિયા થી આખા સંઘની આબરૂ ને દાગ લાવ્યો છે કારણ કે RSS નું પહેલું સૂત્ર છે ફરજ પાલન જેમાં ખુદ પ્રમુખે હજારો કરોડ નું બુચ મારતા સંઘ કાર્યકરો પણ પ્રચાર પ્રવાસ કરતા સંકોચ અનુભવે છે જેવું ખુદ સંઘ કાર્યકર ખાનગી રાહે કહી રહયા છે હવે જોવાનું રહ્યું કે આ વિષય બાબતે પક્ષ શું નિર્ણય લે છે

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW