Saturday, March 7, 2026

ગૃહમંત્રી હર્ષ સંઘવી કે છે કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે જ્યારે ગુજરાત પોલીસ પકડાયેલા ને ભગાડી મૂકે છે

Advertisement
Advertisement
Advertisement

ગૃહમંત્રી હર્ષ સંઘવી કે છે કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે જ્યારે ગુજરાત પોલીસ પકડાયેલા ને ભગાડી મૂકે છે

મોરબીનો મહાકોભાંડી આરોપી કનૈયાલાલ દેત્રોજા પકડાયો જ નથી, ભાગી ગયો કે ભગાડી દીધો ની ભૂલભૂલૈયા માં વડોદરા પોલીસ બરોબર ભરાણી છે હવે વગર ડાકલા ધુણવુ પડે એવા ઘાટ ઊભા થયા છે

જમીન વિકાસ નિગમ બોર્ડ નો ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર જેને હજારો કરોડ રૂપિયાના કોભાંડમાં ACB એ ગુનો દાખલ કરેલ જેમાં ખેડૂતને ખેત તલાવડા બનાવતું આખું નિગમ બંધ થઈ ગયો જે અત્યાર સુધીનું સૌથી મોટું કોભાંડ છે જેમાં છબ છબીયા કરનાર સૌ અધિકારી હાલ કરોડોમાં રમે છે

આ કૌભાંડમાં ખાલી જમીન વિકાસ નિગમ બોર્ડના જ નહીં પણ આ કોભાંડ ડામવા અનેક અધિકારીઓ એ વહેતી ગંગા મા હાથ ધોઈ લીધા છે કેમ કે આ કૌભાંડની તપાસ કરતી ACB એ ૭ વર્ષ થઈ ગયા હજી પણ આરોપી કનૈયાલાલ દેત્રોજા ની ચાર્જશીટ બનાવી નથી એ જોતા સરકાર પણ આ કોભાંડ દબાવી દેવા માંગે છે, સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ના અવસાન બાદ આ બધું બહાર આવે એવી શકયતા છે

આ કૌભાંડમાં કુલ ૧૫૦ થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓને તેના સગાસંબંધી ના નામે કરોડોની મિલકતો વસાવી છે જેથી એડ દ્વારા પણ PMLA હેઠળ ગુનો દાખલ કરાયો હતો

જયારે ACB એ જમીન વિકાસ નિગમ બોર્ડ ની કચેરીએ દરોડા પાડ્યા તો ઓફિસમાંથી પણ લાખોની કેશ રકમ પકડાઈ હતી અને આરોપી ને અમદાવાદ DCB પોલીસ પકડવાની કોશિસ કરી ત્યારે પણ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી જેનો પણ ગુનો દાખલ થયો હતો

કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન નો છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે ફરિયાદ માં આજ દિન સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નહોતી

ફરિયાદી દ્વારા કનૈયાલાલ દેત્રોજા અને તેનો દીકરો વિશ્વાસ વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન સુગર સ્પાઇસ હોટલ માં હોવાની જાણકારી આપેલ જેથી મોરબી પોલીસે વડોદરા ની ગોરવા પોલીસ ને જાણ કરતા ત્યાં ની ડી સ્ટાફ પોલીસે તારિખ ૧૪/૧૧/૨૫ના આરોપી ની બપોરે ૧૨ :૩૫ વાગ્યે ધરપકડ કરી હતી અને તેની ગાડી પણ પકડી લીધી હતી

આરોપી ને પકડી ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ જયા આરોપીની ઓળખ કરી ગોરવા પોલીસના કોસ્ટબેલ દ્વારા ઓફિશિયલ વર્ધી લખાવી ૨:૧૫ વાગ્યે મોરબી કંટ્રોલ માં ટેલિફોનીક વર્ધી લખાવી જેની મોરબી પોલીસ દ્વારા સ્ટેશન ડાયરી માં નોંધ પણ કરી

આ દરમ્યાન બપોરે ૨:૪૫ વાગ્યે ફરિયાદી દ્વારા પણ ધરપકડના વિડિઓ અને ફોટો દ્વારા તપાસ કરતા અધિકારી ને લેખિત જાણ કરી જેથી મોરબી પોલીસ ૩ વાગ્યા આસપાસ આરોપી નો કબજો લેવા રવાની થઈ

મોરબી પોલીસ વડોદરા પહોંચે તે પહેલા સાંજે ૬ વાગ્યા ની આસપાસ આરોપી પોલીસ સ્ટેશન માંથી ફરાર થઈ ગયો જે મુદો મીડિયા માં ચર્ચાતા પહેલા તારીખ ૧૫ ના રોજ એવા સમાચાર વહેતા થયા કે આરોપીને ઘભરામણ થતા હોસ્પિટલ જવાનું કંઇ નીકળી ગયેલ છે જે પરત ફર્યો નથી જેવા સમાચાર ગુજરાતના મુખ્ય ન્યૂઝ મીડિયામાં આવ્યા,

અચાનક ગોરવા પોલીસ સ્ટેશન નું સ્ટેશન દ્વારા ધરપકડ ની જગ્યાના CCTV ના DVR કબ્જે લઇ જાણે કંઈક જુદુ જ કરવા માંગતી હોય એમ હવે એવું જણાવે છે કે આવો કોઈ આરોપી પકડાયેલ જ નથી જયારે મોરબી કંઈક જુદુ જણાવે છે ધરપકડ વાળી જગ્યાએ થી પાડેલી ગાડી ૧૮૧૮ નંબર વાળી અચાનક સગે વાગે થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છેઃ

હાલ તો આ મુદો ગુજરાત પોલીસ માં ટોક ઓફ ટાઉન છે જો રાજ્ય પોલીસ વડા આની તપાસ કરે તો સાચી હકીકત બહાર આવે એમ છે કેમ કે કોન્સ્ટેબલ દરજ્જા ના અધિકારીઓ આવી હિંમત કરી શકે નહીં જો આ બાબતે યોગ્ય તપાસ થાય તો વધુ ફરિયાદ નોધાઇ શકે છે

Related Articles

Total Website visit

1,595,069

TRENDING NOW