Saturday, March 7, 2026

કરોડો ની કીમતી જમીન કૌભાંડના આરોપી કનૈયાલાલ દેત્રોજાના આગોતરા જામીન રદ હવે પોલીસ ધરપકડ કરશે કે નવું કોટેશન આપશે

Advertisement
Advertisement
Advertisement

કરોડો ની કીમતી જમીન કૌભાંડના આરોપી કનૈયાલાલ દેત્રોજાના આગોતરા જામીન રદ હવે પોલીસ ધરપકડ કરશે કે નવું કોટેશન આપશે

હાલ મોરબીમાં પોલીસની મહેરબાની થી કમાવાની નવી તક અને યોજના લાગુ થઈ છે કે ૧૦૦ કરોડ ની કોઈની જમીન કે રૂપિયાની છેતરીપીડી કરો એમાં થી ૨૦ કરોડ પોલીસ અને ૫ કરોડ વકીલને આપો તો પણ ૭૦ નો નફો વધે,

મોરબીના નવાગામના ખેડૂત ની જમીન પચાવી પાડવામાં કૌભાંડમાં કનૈયાલાલ દેત્રોજા ના આગોતરા જામીન રદ થયા છે

પોલીસ. દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા ખેડૂત દ્વારા મોરબી કોર્ટ માં ફરિયાદ કરી હતી જેમાં કોર્ટે દ્વારા CCTV,FSL બેંક નું કાબુલનામું વગેરે પુરાવાને ધ્યાને લઈ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો જેને આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો થી ફરિયાદ દાખલ કરાય હતી.

કોર્ટ દ્વરા ફરિયાદ દાખલ થઈ હોય તેમ છતાં મોરબી પોલીસના PSI જે સી ગોહિલ દ્વારા ત્રણ મહિના થવા છતાં એક પણ આરોપીની ધરપકડ નથી કરી કે કરવાની કોશિશ સુધા કરી નથી જેથી પોલીસ ની ભૂમિકા શંકાસ્પદ હોય તેવી ચર્ચા વહેતી થઈ હતી

સામાન્ય લોકો માટે મોરબી પોલીસ સુપ્રીમે કોર્ટ ના આદેશ ઉપરવટ જઈ અરજીમાં પણ મહિલાઓ ને રાત્રે પકડી લાવે છે
હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં પકડવાના અને ન પકડવાના ફિક્સ ભાવ થઈ ગયા છે

જામીન પ્રક્રિયા દ્વારા આરોપી અને પોલીસ જાણે વેવાઈ વાટેલા હોય એમ ભેગા જોવા મળતા ફરિયાદી દ્વારા આરોપીની અટક નું કહેતા પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે પકડી લાવો પછી અમે અટક કરશું જેથી ફરિયાદીએ PSI જે સી ગોહિલ દ્વારા આરોપીઓ પાસે થી મોટો માલ લઈ આરોપીને બચાવવાની કોશિસ કરાયા ના આક્ષેપ કર્યા હતા

વધુમાં આરોપીઓ મોરબીમાં જ ખુલે આમ ફરતા હોય તેમ છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી ઊલટું ફરિયાદી સાથે જ આરોપીઓ જેવો વહેવાર કરવા માં આવે છે

કનૈયાલાલ દેત્રોજા જમીન વિકાસ નિગમ બોર્ડ નો સસ્પેન્ડેડ મેનેજિંગ ડિરેક્ટર છે જેને કરોડો નો ભ્રષ્ટાચાર કરતા ગાંધીનગર ACB દ્વારા ગુનો દાખલ કરેલ અને ભ્રષ્ટાચારના રૂપિયા થી ગુજરાતભર માં કરોડોની જમીન ખરીદી હોવાની પણ ચર્ચા છે

જો કેસ મા પોલીસની ભૂમિકાની પણ ઉચ્ચ લેવલ ની તપાસ થાય તો પોલીસ નો વરવો ચહેરો બહાર આવી શકે તેમ છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW