૧૦૦ કરોડની જમીન કોભાંડ માં RDC બેંકકર્મી ની સંડોવણીને કારણે જયેશ રાદડિયા નું મંત્રી પદ ગયું હોવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું
(લંકેશ)
ભાજપ ની રાજ્ય અને દેશમાં મજબૂત સત્તા હાથમાં આવતા ગુજરાત ના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પ્રથા લાગુ કરી હતી જેનો સામે જયેશ રાદડિયા એ કાકા દિલીપ સંઘાણી નો સાથ લઈ વિરોધ સાથે બળવો કર્યો હતો. ઇફ્કો ની ચૂંટણીમાં પક્ષ દ્વારા મેન્ડેટ અમીત શાહના નજીકના બિપીન પટેલ(ગોતા) ને આપ્યું હતું જેની સામે જયેશ રાદડિયા એ બળવો કરી ફોર્મ ભર્યું જેમાં જયેશ રાદડિયા ની જીત થઈ હતી ત્યાર થી આ વાત ભાજપ મોવડી મંડળ ને કાણા ની જેમ ખૂંચતી હતી
સૌરાષ્ટ્ર માં મોટાભાગનો ખેડૂત વર્ગ RDC બેંક સાથે જોડાયેલ છે અને આ RDC બેંક એટલે રાદડિયા પરિવાર ની ધરોહર આ RDC બેંકની ભરતી પ્રથાથી આખું સૌરાષ્ટ્ર વાકેફ છે જેમાં નોકરી માટે ફિક્સ રકમ લેવામાં આવે છે , મોટાભાગના કિંમતી જમીન ધરાવતા ખેડૂતોના ખાતા આ બેન્કમાં છે જેમાં તાજેતરમાં મોરબીના ખેડૂત પ્રભુભાઈ ની કીમતી જમીન પચાવી પાડવાના કાવતરામાં RDC બેંકના કર્મચારી દિલીપ વડાવિયા વિરુદ્ધ ગંભીર કલમો થી મોરબી સિટી પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયો અને અન્ય બેંક કર્મીઓ ની પણ સંડોવણી ખુદ બેંકે સ્વીકારી જે સૌરાષ્ટ્ર ભરના મીડિયા માં ગાજ્યું હતું
મોરબીના ખેડૂત પ્રભુભાઈ ની જમીન પચાવી પાડવા કનૈયાલાલ દેત્રોજા , તેના દીકરા વિશ્વાસ દેત્રોજા , ભાગીદાર ઉપેન્દ્ર કાસુન્દ્રા અને બેંક મેનેજર દિલીપ વડાવિયા વગેરે વિરુદ્ધ બનાવટી સહી કરી કરોડો રૂપિયાની અવેજ ખેડૂતના ખાતામાં દેખાડી પ્રભુભાઈ ની ગાંધીનગર કેનાલ ટચ ૧૦૦ કરોડ થી વધુની કિંમતી જમીન પચાવી પાડવા કારસો રચાયો હતો
આ ગુનાના મુખ્ય આરોપી કનૈયાલાલ દેત્રોજા વર્ષ ૨૦૧૪ માં ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર હતો જેને ખેડૂતને મળતી સહાય બરોબર ચાઉં કરી હજારો કરોડ રૂપિયાનું કોભાંડ કર્યું હતું જેના અને બીજા અન્ય ૧૭ વધુ કર્મચારી વિરુદ્ધ ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ થી ગુનો દાખલ કરેલ અને કેન્યાલાલ દેત્રોજાને સસ્પેન્ડ કરેલ તથા ED એ પણ ગુનો દાખલ કરેલ, GLDC ના મોટા ભાગના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થતા આ જમીન વિકાસ નિગમ બોર્ડ જ બંધ થઈ ગયેલ , હજર કરોડના આ કોભાંડ થી પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીની ખુરચી ના પાયા પણ ડગી ગયા હતા..
કનૈયા લાલ દેત્રોજા એ છેતરીને ૧૦૦ કરોડ ની જમીનનો દસ્તાવેજ તો કરવી લીધો પરંતુ અવેજ ની રકમ પણ હજામ કરી જવા RDC બેંકના કર્મચારી સાથે સાઠગાંઠ કરી ખેડૂત ની જાણ બહાર ચેકબુક મેળવી એ ચેકોમાં ખાતાધારક ખેડૂતની બનાવટી સહીઓ કરી કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન પણ કરી નાખ્યા જેના RDC બેંકના કર્મચારીની પણ ભાગીદારી અને સંડોવણી છે , RDC બેંક કર્મી ની સંડોવણી થી ખેડૂતોનો RDC બેંક ઉપરનો ભરોસો ડગી ગયો હતો
RDC બેંકના જે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ થયો એ દિલીપ વડાવિયા જયેશ રાદડિયાના જમણા હાથ મગન વડાવિયા ના કુટુંબી ભત્રીજા છે હાલ રાજકીય માણસો દ્વારા આરોપીઓ ને બચાવવાના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે , બેંકકર્મી વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ થયા બાદ પણ RDC બેંક દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપીઓ બેફિકર બેંકમાં નોકરી કરે છે
મોરબી પોલીસ ને કોર્ટના આદેશ થી સરકારના ભ્રષ્ટ અધિકારી અને બેંક કર્મી વિરુદ્ધ ફરિયાદ તો દાખલ કરવી પડી પણ ફરિયાદ ના બે મહિના થવા છતાં હજી સુધી કોઈ આરોપીની અટક કરી નથી અને પોલીસ આરોપીને છાવરી રહી છેઃ.આ કૌભાંડના છાંટા જયેશ રાદડિયાના. મંત્રી બનવાના સપના ઉપર ઉડ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળ માં ચાલી રહી છે





