Saturday, March 7, 2026

શ્રી કાંતિપુર પ્રા. શાળાના આચાર્ય અને મદદનીશ શિક્ષિકાબેનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

શ્રી કાંતિપુર પ્રા. શાળાના આચાર્ય અને મદદનીશ શિક્ષિકાબેનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી ગત્ તારીખ 11/10/2025 ના રોજ શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ ગઢવી તથા મદદનીશ શિક્ષિકાબેનશ્રી ચાંચડિયા પૂજાબેન નો એકસાથે જન્મદિવસ હોઈ શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી. જેમાં શૈક્ષણિક કીટ, ફુલ્સકેપ, બોલપેન આપવામાં આવી તથા બાળકોને એ પણ પોતાના ગુરુગણના જન્મદિવસે વર્ગખંડ શણગારી, કાર્ડ બનાવી ગુરુના જન્મદિવસને યાદગાર બનાવ્યો.

સાથે તમામ બાળકોને જન્મદિવસ નિમિત્તે દાબેલીનો નાસ્તો કરાવવામાં આવ્યો. આ અગાઉ પણ આચાર્યશ્રી સંજયભાઈ ગઢવીના દીકરા આરવ ગઢવી કે જે આજ શાળામાં અભ્યાસ કરે છે તેના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકો માટે વાંચન, લેખન, ગણનની FLN કીટ ભેટ આપવામાં આવી હતી. શાળામાં આવા પ્રેરણાદાયી કાર્યો થકી સૌ વાલીગણ તથા બાળકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW