Saturday, March 7, 2026

હળવદમા વિજ્ઞાન જાથા અને ભુવા ના હાઈવોલ્ટેજ ડ્રામા ની કહી અનકહી બાતે .. એસ પી તપાસ કરાવે….

Advertisement
Advertisement
Advertisement

હળવદમા વિજ્ઞાન જાથા અને ભુવા ના હાઈવોલ્ટેજ ડ્રામા ની કહી અનકહી બાતે .. એસ પી તપાસ કરાવે….

(લંકેશ)
ગઈ કાલે હળવદ મા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ મોગલ માતાજીના ભુવા ફિરોઝ સંધિ ઉપર રેડ કરી હતી જે મામલો હાલ જીલ્લા નહીં પરંતુ ગુજરાત ભર મા ચર્ચા નો વિષય બન્યો છે માતાજીના ભુવા ફિરોઝભાઈ સંધિ મુસ્લિમ સમાજ માંથી આવે છે જેમના ઘરે માં મોગલ નો મઢ આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદાળુઓ આસ્થા અને વિશ્વાસ સાથે દર્શનાર્થે આવે છે જ્યાં માતાજીના ગુણગાન ગવાઈ છે

તારીખ ૭ ના રોજ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ પોલીસ સાથે રાખી આ સ્થળે પહોંચી હતી અને તેમને ભુવા ફિરોઝભાઈ ને જણાવ્યું હતું કે તેઓ લોકોને અંધશ્રદ્ધા માં નાખી દર્શને આવતા લોકો પાસે થી પૈસા ઉઘરાવે છે જેવી કાર્યવાહીના વિડિઓ વાઇરલ થયા હતા, અગાઉ પણ જયંત પંડ્યા દ્વારા ગામડાઓમાં લોકલ ભુવા ઉપર રેડ કરી કાર્યવાહી કરી હોઈ એના વિડિઓ યુ ટ્યુબ જેવા માધ્યમ ઉપર છે

ઇતિહાસ માં પહેલી વાર એવું બનાવ્યું કે વિજ્ઞાન જાથા ની કાર્યવાહી બાદ લોકોએ વિજ્ઞાન જાથા વિરુદ્ધ જ મોટા પ્રશ્નો ઉભા કરી કલેક્ટર અને જીલ્લા એસ પી ને આવેદન આપ્યું જેમાં વિજ્ઞાન જાથા ની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ એ એસ પી ને આવેદન આપ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા ખોટી વાતો ફેલાવાય રહી છે અને લોકો ની આસ્થા ને ઠેસ પહોંચી છે માટે ચેરમેન જયંત પંડ્યા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈ…

સામાન્ય રીતે ધુણવુ એ કોઈ ગુનો નથી પરતુ ધાર્મિકતાના નામ ઉપર કોઈ દોરા ધાગા કે પાખંડ ફેલાવવો ગુનો છે , લીંબડીના ભૂતપૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ પણ માતાજીના માંડવા માં સાંકળ લઈ ને ધુણતા હોય એવા વિડિઓ વાયરલ થયા હતા જેને વિધાનસભા કહું કે આ મારો માતાજી સાથે આસ્થા અને પ્રેમ નો વિષય છે.

ખેર આપણે ધર્મ અને આસ્થામાં નથી પડવું પણ. વિજ્ઞાન જાથાના કામગીરી ઉપર લોકો દ્વારા અનેક સવાલ ઉઠાવ્યા છે કે ચેરમેન જયંત પંડ્યા જો સાચા હોય તો તેને સારંગપુર મંદિર, ભોળાદ સુરપુરધામ વગેરે જેવી જગ્યા રેડ કરવી જોઈ , આવા તો અનેક નામી અનામી જગ્યા છે,જ્યાં વિજ્ઞાન જાથા કામગીરી ઉપર શક અને સવાલ ઉભા થાય છે

સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે એક ભૂમાફિયા અને પોલીસ અધિકારીએ ભેગા મળી એક જમીન બબાલ મા ભુવા ફિરોઝભાઈ નો ખેલ પાડી દીધા ની લોક ચર્ચા સમગ્ર પંથક માં અત્યારે થાય છે

હળવદ માં એક સંગઠન સાથે જોડાયેલ વ્યક્તિ અને હળવદ પોલીસ સાથે ખાસ સંબંધ ધરાવેછે જે હળવદના ગામડાઓમાં પારિવારિક મતભેદ વાળા પરિવાર ને ટાર્ગેટ બનાવી તેમાં થી એક જૂથ પાસે થી સસ્તા ભાવે જમીન લાખવી લે છે જેમાં તેની ભૂમિકા પડદા પાછળ ની હોય છે બાદમાં હળવદ નો ખ્યાતનામ ભૂમાફિયો આ જમીન નો કબજો મેળવી લે છે જેમાં પોલીસ ની ભૂમિકા શંકા જનક હોય છેતેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

થોડા જ દિવસો પહેલા હળવદ ના એક ગામડાની કિંમતી જમીન નો આ ટોળકીએ ખેલ પડી દીધો અને જમીન નો કબજો લેવા લૂખા તત્વો જમીન ઉપર ધસી ગયા , પીડિત પરિવાર ની મહિલાએ પોલીસ ને બોલાવી પણ પોલીસ ફકત તમાસો જોઈ ને નીકળી ગઈ બાદમાં આ મહિલા પોલીસ સ્ટેશન ગઈ ત્યાં તેને માં મોગલમાં શ્રદ્ધા હોઈ જેથી ભુવા ફિરોઝભાઈ ને અરજી દેવા સાથે બોલાવ્યા અને ફિરોઝભાઈ નજીક જ હોવાથી પોલીસ સ્ટેશન તે પીડિતા સાથે ગયા ત્યાર થી આ તખ્તો ઘડાયોનુ અનુમાન લોકો લગાવી રહ્યા છે

જો જિલ્લા એસ પી આ સમગ્ર બાબતની તપાસ કરાવે તો સાચી હકીકત બહાર આવે એમ છે કે વિજ્ઞાન જાથા સુધી કોના મૂળ પહોંચેલા છે અત્યાર સુધીમાં ગરીબોની કેટલી જમીનો આ ગેંગ દ્વારા પડાવી લીધી અને ફરીવાર કોઈ પોલીસ અધિકારી આવા વાવાઝોડા જિલ્લા મા લાવતા પહેલા સો વાર વિચારે

બાકી સામાન્ય રીતે ભુવા ફિરોઝભાઈ વર્ષો થી મુસ્લિમ હોવા છતાં માં મોગલ ની આરતી વંદના કરે છે અને પોતે ગૌ પ્રતિપાળ પણ છે અને આજ દિન સુધી કોઈ આસ્તિક કે શ્રદ્ધાળુ પાસે એક રૂપિયો પણ માંગ્યો નથી અને આ કાર્ય તે ઘણા વર્ષો થી કરે છે પણ પોલીસ અધિકારી અને ભૂમાફિયાની ભાઈબંધી એ વિજ્ઞાન જાથા નો હથોડા તરીકે ઉપયોગ કરી ભુવા ઉપર ખિલ્લો ધરબી દીધા ની ચર્ચા વહેતી થઈ છે

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW